Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર જીઆઈડીસીની સોલ્વન્ટ ડીસ્ટીલેશન ઉદ્યોગમાં ભીષણ આગ, અન્ય બે એકમો પણ આગની લપેટમાં આવ્યા.

અંકલેશ્વર જીઆઈડીસીની સોલ્વન્ટ ડીસ્ટીલેશન ઉદ્યોગમાં ભીષણ આગ, અન્ય બે એકમો પણ આગની લપેટમાં આવ્યા.
X

અંકલેશ્વર ઔદ્યૌગિક વસાહતમાં આવેલ સોલ્વન્ટ ડીસ્ટીલેશન કરતા ઉદ્યોગમાં કોઇક કારણોસર ભીષણ આગ લાગી હતી. અત્યંત જવલનશીલ રસાયણ હોવાથી ક્ષણ વારમાં જ આગ વિકરાળ બની હતી, આગ એટલી ભયાનક હતી કે આસપાસમાં આવેલ અન્ય બે ઉદ્યોગ એકમો પણ આગની લપેટમાં આવી ગયા હતા અને આગની જ્વાળાઓના કાળા ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડયા હતા, જેને લોકોએ અંદાજીત ત્રણ કીલોમીટર દૂરથી પણ નિહાળયા હતા.12697053_1573463692874366_6916567985550396917_o

વિકરાળ આગની ઘટના અંગે પ્રથમ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ફાયર સ્ટેશનમાં કરવામા આવી હતી અને લાય બંબાઓની ચીચીયારીઓ સાથે ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની જહેમત ઉઠાવી હતી, તેમ છતાં આગ બેકાબુ બનતા પાનોલી નોટિફાઈડ , ONGC , નગરપાલિકા, સહિત ખાનગી ઉદ્યોગોના અગ્નિશમન દળને પણ મદદએ બોલાવવામાં આવ્યા હતા.

સોલ્વન્ટ ડીસ્ટીલેશન પ્લાન્ટની આગથી બાજુમાં જ આવેલ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ આગથી પ્રભાવિત ન થાય તે માટે પણ રેસ્કયુ ટીમો દ્વારા પગલા લેવામા આવ્યા હતા. જો કે ઘટનામાં કોઇ જાનહાનીના હાલમાં કોઇ સમાચાર જાણવા મળયા નથી.

Next Story