Connect Gujarat
સમાચાર

ભરૂચ એનએસયુઆઇ દ્વારા કોલેજ માં પ્રવેશ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

ભરૂચ એનએસયુઆઇ દ્વારા કોલેજ માં પ્રવેશ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું
X

વિવિધ અભ્યાસક્રમ માં પ્રવેશ પ્રક્રિયા બાદ પણ 1000 જેટલા વિધાર્થીઓ એડમિશન થી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ

ભરૂચ એનએસયુઆઇ ના કાર્યકર્તા ઓ દ્વારા એમ કે કોલેજ ના પ્રવેશ ધ્વાર પાસે કોલેજ માં પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે વિરોધ પ્રદર્શન કર્યું હતું,અને કોલેજ ના આચાર્ય ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા ભરૂચ ની કોલેજો માં B.sc,B.com તેમજ BBA જેવા અભ્યાસક્રમો માં 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓ કે જેઓ એ એક વિષય ની પુરક પરીક્ષા હાલમાં પાસ કરી છે તેવા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાની રજૂઆત સાથે કોલેજના આચાર્ય ને સંબોધન કરીને એક આવેદન પત્ર આપ્યું હતું.અને કોલેજ સંકુલ ની બહાર કાર્યકર્તાઓ એ ભેગા થઇ ને ભારે વિરોધ નોંધાવ્યો હતો.અને જણાવ્યું હતું કે કોલેજ માં એડમિશન મુદ્દે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી માં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં વર્ગદીઠ વિદ્યાર્થીઓ ની સંખ્યા 180 કરવામાં આવી નથી જેના કારણે યુવાનો ની કારકિર્દી પર ગંભીર અસર પહોંચી શકે છે.

Next Story