Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રનું નંદુરબાર ગણેશજીની પ્રતિમા બનાવવા માટે દેશ વિદેશ માં છે પ્રખ્યાત

મહારાષ્ટ્રનું નંદુરબાર ગણેશજીની  પ્રતિમા બનાવવા માટે દેશ વિદેશ માં છે પ્રખ્યાત
X

28 થી વધુ મુર્તિ બનાવવા માટે ના કારખાના ધમધમે છે

ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર નો નંદુરબાર જિલ્લો ગણેશજી ની મૂર્તિ બનાવવા માટે દેશ વિદેશ માં જાણીતો બન્યો છે અને અહીંયાની ખાસિયત છે કે 125 પ્રકારની પ્રતિમા ઓ તૈયાર કરવામાં આવે છે.

ગણેશોત્સવ દરમિયાન નંદુરબાર ના શિલ્પકારો ની ગણેશ મુર્તિ અમેરિકા, ઇંગ્લેન્ડ, સહિત અરબ દેશો સુધી શ્રદ્ધાળુ ઓ લઇ ગયા છે.બિનનિવાસી ભારતીય લોકો વિદેશમાં નાની મુર્તિ વધુ લઈ જાય છે.ગણેશ મુર્તિ તૈયાર કરવાના રાજ્યમાં સૌથી મોટો ઉદ્યોગ નંદુરબાર શહેરમાં છે.28 થી વધુ ગણપતિની મુર્તિ બનાવનાર કારખાના છે.એમાં લગભગ દરવર્ષે 24 હજાર જેટલી મોટી મુર્તિ તૈયાર કરવામાં આવે છે.

નંદુરબારના મુર્તિકાર ગત વર્ષથી ડિજિટલ બન્યા છે.આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા નો ઉપયોગ દરેક ક્ષેત્રે અગ્રેસર બન્યો છે.જેના કારણે ગણેશ ભક્તોની સમય અને પૈસાની બચત થાય છે.

નંદુરબાર જિલ્લાની ગણપતિની મૂર્તિ ની ખાસિયત છે કે સુંદર અને આકર્ષક અલગ અલગ ડિઝાઈનમાં ઉપલબ્ધ રહે છે. કિંમતમાં સસ્તી મળતી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગણેશ મંડળો ની માંગ અને પોસ્ટર પ્રમાણે મુર્તિ તૈયાર કરવામાં આવે છે.નંદુરબાર જિલ્લામાં ગુજરાત અને મધ્ય પ્રદેશના બોર્ડ ઉપર હોવાનાં કારણે ગણપતિની મુર્તિ લેવા માટે મહારાષ્ટ્રના નાશિક, શિર્ડી, જલગાંવ,ગુજરાત રાજ્યના તાપી, જિલ્લાના બારડોલી, વ્યારા, સોનગઢ,સુરત,નવસારી, વાપી,ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ સુધી મુર્તિ વેચાય છે. તેમજ મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર, ખરગોન, બરહાણપૂર,ખેતયા,બડોવની, ભોપાલ સુધી મંડળો મુર્તિ લઇ જાય છે.

નંદુરબાર શહેરની મુર્તિ બે ફુટ થી લઈને 22 ફુટ સુધી ની હોય છે,અને કિંમતમાં પણ સસ્તી મળે છે.રેલવે સુવિધાના કારણે મુર્તિ પરિવહન માં પણ સસ્તી પડે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશના ગણેશ ભક્તો મુર્તિ લેવા માટે મોટી ભીડ ઉમટે છે. નંદુરબાર થી રેલવે, ટ્રક, ખાનગી વાહનમાં પણ પ્રતિમા ને લઈ જવા માટેનું સગવડ ભર્યું છે. ગણેશોત્સવ નંદુરબાર મુર્તિ ઉદ્યોગ ના કારણે અનેક લોકોને રોજગાર મળે છે,અને અંદાજે બે ત્રણ કરોડો રૂપિયાનો બિઝનેસ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

નંદુરબાર ના શ્રી મંગલ આર્ટ ના મુર્તિકાર નારાયણ વાઘે જણાવ્યુ હતુ કે મારા મુર્તિના કારખાનામાં આ વર્ષે સાત હજાર ગણેશ મુર્તિ તૈયાર કરવામાં આવી છે. નવેમ્બર મહિના થી ઓગષ્ટ મહિના સુધી કામ ચાલે છે.અને હવે ગણેશ મંડળો દ્વારા નાની મોટી ગણેશ મૂર્તિ ખરીદવા માટે વોટ્સએપ નો સહારો લેવામાં આવતા તેઓનો સમય અને પૈસાની બચત થાય છે.તેમજ ત્રણ હજાર મૂર્તિઓ વોટ્સએપ ઉપર બુકિંગ કરવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

Next Story