Connect Gujarat
ગુજરાત

રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્ય અને પ્યુન લાંચ લેતા ઝડપાયા

રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્ય અને પ્યુન લાંચ લેતા ઝડપાયા
X

એડમિશન આપવા માટે માંગી હતી લાંચ

રાજકોટ માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ અને પ્યુન લાંચ લેતા ઝડપાયા છે.એસીબી એ પ્રિન્સિપાલની ચેમ્બરમાં જ રેડ પાડતા ખુદ તેઓ રૂપિયા 2500ની રકમ સાથે ઝડપાઇ ગયા છે.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રિન્સિપાલે સેમેસ્ટર 3માં એડમિશન આપવા માટે ઓગષ્ટ 2016માં લાંચ માંગી હતી. જેમાં 4000 અગાઉ ફરિયાદી પાસેથી મેળવી લીધા હતા ત્યારબાદ 2500 રૂપિયાની રકમ આપવાનું નક્કી થતા વિદ્યાર્થીએ એસીબીને જાણ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા ઝડપી પાડયા હતા.

ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન વાઢેર પ્રિન્સિપાલ છે. જેની પાસે લો કોલેજનો પણ ચાર્જ હોવાનું પોલીસે જણાવ્યુ છે. ફરિયાદીને સેમ- 3માં અડમિશન આપવા માટે કુલ રૂપિયા 6500ની લાંચની માંગણી કરી હતી. ડીએચ કોલેજમાં પ્રિન્સિપાલની ચેમ્બરમાં જ એસીબી ત્રાટકી હતી અને મહિલા પ્રિન્સિપાલને ઝડપી લીધી હતી. તેની સાથે તે કોલેજના પટ્ટાવાળા અરવિંદ જાદવ પણ સામેલ હોવાથી તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

Next Story