Connect Gujarat
ગુજરાત

આનંદીબેન પટેલ શિક્ષિકા માંથી પ્રથમ ભૂતપૂર્વ મહિલા મુખ્યમંત્રી સુધીની સફર 

આનંદીબેન પટેલ શિક્ષિકા માંથી પ્રથમ ભૂતપૂર્વ મહિલા મુખ્યમંત્રી સુધીની સફર 
X

ગુજરાત રાજ્યના 15માં અને બે વર્ષ સુધી પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર આનંદીબેન પટેલનો આજે 76 મો જન્મદિવસ છે.

આનંદીબેન પટેલનો જન્મ વિજાપુરના ખરોડ ગામ ખાતે તારીખ 21મી નવેમ્બર 1941માં થયો હતો,તેઓએ અમદાવાદના આશ્રમ રોડ ખાતેની મોહિની બા કન્યા વિદ્યાલયમાં આચાર્ય અને ગણિત- વિજ્ઞાન વિષયના શિક્ષિકા તરીકે બાળાઓને શિક્ષણનું ભાથુ પણ પીરસ્યુ હતુ.તેઓ 1987 માં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

તારીખ 29મી મે 1962 ના રોજ મફતભાઈ પટેલ સાથે આનંદીબેનના લગ્ન થયા હતા,તેઓના પરિવારમાં એક પુત્ર સંજય પટેલ અને દીકરી અનાર પટેલ છે,સંજયના લગ્ન હિના પટેલ સાથે થયા છે તેઓને એક પુત્ર છે જેનું નામ ધર્મ છે જ્યારે દીકરી અનાર પટેલના લગ્ન સંજય ઈશ્વરભાઈ પટેલ સાથે થયા છે તેઓના દાંપત્ય જીવનમાં સંસ્કૃતિ નામની દીકરી છે.

આનંદીબેન પટેલ ભાજપમાં જોડયા બાદ 1998 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા,ગુજરાત રાજ્યના એક માત્ર પ્રથમ મહિલા ધારાસભ્ય છે કે તેઓ સતત ચાર વખત ધારાસભ્ય તરીકે અને મે 2014 થી વર્ષ 2016 સુધી એમ બે વર્ષ સુધી ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ પણ સંભાળ્યો હતો.તેઓએ તારીખ 4 ઓગષ્ટ 2016 ના રોજ CM પદ પરથી રાજીનામુ આપી દેતા રાજ્યકીય ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો.

આનંદીબેન પટેલના મુખ્યમંત્રી તરીકે ના કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલને પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.

Next Story