Connect Gujarat
દેશ

કર્મચારીઓનો પગાર તો થશે પરંતુ નહી ઉપાડી શકે 24000 થી વધુ રકમ

કર્મચારીઓનો પગાર તો થશે પરંતુ  નહી ઉપાડી શકે 24000 થી વધુ રકમ
X

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ફેરફારો અનુસાર અઠવાડિયામાં 24000 થી વધુ રકમ નહિ ઉપાડી શકાય.

નોટ બંધી બાદ પેહલો સેલેરી ડે આવી રહ્યો છે, અને પૈસા ની આ કશ્મકશ માં લોકો ના એકાઉન્ટ માં પગાર તો જમા થશે પરંતુ 24,000 થી વધુ એક અઠવાડિયામાં નહિ ઉપાડી શકે.

માત્ર કેન્દ્ર સરકારના જ 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનર છે, હાલમાંજ આરબીઆઇ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર બેન્કોમાંથી રૂ 24000 થી વધુ ની રકમ ઉપાડી નહિ શકાય ત્યારે બધાને એક જ ખ્યાલ આવી રહ્યો છે કે પગાર તો થશે પરંતુ ઉપાડવો કેવી રીતે ?

બધા જ કર્મચારીઓનો પગાર 30 થી 7 સુધીમાં થઇ જાય છે પરંતુ આ નિર્ણયથી હવે અઠવાડિયામાં 24000 થી વધુ નહિ ઉપાડાય. મળતી માહિતી અનુસાર હાલના દિવસોમાં જયારે પગાર થઇ રહ્યો છે ત્યારે બેંકોમાં ભીડ વધશે એવું લાગી રહ્યું છે અને બેન્કોએ પણ આ અંગેની પૂર્વ તૈયારી કરી દીધી છે.

એક તરફ પગાર થઇ રહ્યા છે તો બીજી નવા ચલણની અછતના કારણે કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ ક્યારે સાનુકૂળ બનશે તે હવે જોવું રહ્યું .

Next Story