Connect Gujarat
ગુજરાત

ગુજરાત નો કરોડ પતિ ભજીયાવાળો,650 કરોડ થી પણ વધુની મિલ્કત 

ગુજરાત નો કરોડ પતિ ભજીયાવાળો,650 કરોડ થી પણ વધુની મિલ્કત 
X

કેન્દ્ર સરકાર દ્વારા 8 મી નવેમ્બર ની રાત્રી થી રૂપિયા 500 અને 1000 ની ચલણી નોટો ને ભારતીય ચલણ માંથી રદબાતલ કર્યા બાદ અનેક સ્થળો પર આયકર વિભાગના દરોડામાં બેનામી મિલ્કતો બહાર આવી રહી છે.

નોટબંધી બાદ સામાન્ય લોકો જીવન જરૂરિયાતના ખર્ચના રૂપિયા ઉપાડવા માટે બેંકોમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે તેમજ બધી જ તકલીફો વેઠીને પણ સરકારના કેશલેસ ટ્રાન્જેકશનને સહકાર પણ આપી રહ્યા છે,આ બધી જ મુશ્કેલીઓ માંથી પસાર થતા લોકો માત્ર ભારત સમૃદ્ધ અને સશક્ત બને એજ લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

દેશભરમાં કાળાના સફેદ કરતા ભેજાબાજ તત્વો સામે આયકર વિભાગે લાલા આંખ કરી છે અને ઠેર ઠેર દરોડા પાડીને કરોડો રૂપિયાની બે નામી સંપત્તિ જપ્ત કરી રહ્યા છે,ત્યારે સુરતના ભજીયાવાળો પણ વર્તમાન સમયમાં ચર્ચાની એરણે ચઢયો છે.

સુરતમાં ચા વેચીને જિંદગીની શરૂઆત કરનાર કિશોર ભજીયાવાળાએ નાસ્તા સાથે વ્યાજ વટાવનો ધંધો શરુ કરતા આજે તે કરોડો રૂપિયાનો આસામી બની ગયો છે.છેલ્લા છ દિવસથી તેના ત્યાં ચાલી રહેલા આયકર વિભાગના સર્ચમાં રોજ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ બહાર આવી રહી છે.

જાણવા મળ્યા મુજબ છ દિવસના આઇટી ના સર્ચ માં કુલ 307 કિલો ચાંદી,23 કિલો સોનુ અને 650 કરોડ ની સંપત્તિ ના દસ્તાવેજો મળી આવ્યા છે.જેમાં સુરત,નવસારી,વલસાડ,અમદાવાદ ,તેના વતન અમરેલી,સૌરાષ્ટ્ર તથા મુંબઈ મળીને કુલ રૂપિયા 650 કરોડ થી પણ વધુ મુલ્ય વાળી 350 થી પણ વધુ મિલ્કતો મળી આવી છે.ઉપરાંત 250 થી વધુ બેન્ક પાસબુકો પણ જપ્ત કરીને આયકર વિભાગ તેમજ ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે શનિવાર બાદ સોમવારે સર્ચ દરમિયાન સુરતના ચૌટાપુલ પાસેની બંધ દુકાન માંથી અધિકારીઓને શેરબજારમાં રોકાણ કરેલા કરોડો રૂપિયાના દસ્તાવેજો અને વધુ 125 કિલો ચાંદીના વાસણો પણ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ છુપુ કરોડો રૂપિયાનું ધન બહાર આવ્યુ છે જે કાયદેસર પણ આવ્યું છે અને ગેરકાયદેસર પણ,સરકાર ની કડક કાર્યવાહી થી હવે બેનંબરી તત્વો પણ ફફડી રહ્યા છે.

Next Story