Connect Gujarat
ગુજરાત

મહેસાણા માં જંગી સભાને સંબોધનમાં રાહુલ ગાંધી ના મોદી પર ભ્રષ્ટાચારના આક્ષેપો 

મહેસાણા માં જંગી સભાને સંબોધનમાં રાહુલ ગાંધી ના મોદી પર ભ્રષ્ટાચારના આક્ષેપો 
X

ગુજરાતના મહેસાણા ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતુ.જેમાં તેઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ મહેસાણામાં જાહેર સભા અગાઉ ઉંઝા ખાતે પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા.જોકે ઉંઝાની મુલાકાત અનામત આંદોલનને કારણે ભાજપથી નારાજ પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

રાહુલ ગાંધીએ જંગી જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી ભારત માંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે.જયારે મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના કમજોર અને મિડલ ક્લાસ લોકો પર ત્રાસ ગુજાર્યો છે.અહિંસા થી આંદોલન કરતા પાટીદાર મહિલા,બાળકોને પણ માર્યા છે.ખેડૂતોને તેઓના હક આપવાના બદલે જમીન છીનવી રહ્યા છે,અને ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે.વધુમાં તેઓએ દલિતો પર ગુજરાતમાં અત્યાચાર થઇ રહ્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.નોટબંધી ને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

જયારે આ સભામાં શંકરસિંહ વાઘેલાએ પણ વાકબાણ છોડયા હતા અને જણાવ્યુ હતુ કે મોદીએ લોકો સાથે છેતરપિંડી કરી છે,અને તેમની લાગણીને છંછેડી છે.અને હવે લોકો મોદી પાસે હિસાબ માંગી રહ્યા છે.

તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી જો વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ગયો હોત,ભાજપ સરકારમાં ગુજરાત સહિત દેશમાં લોકોની બેકારી વધી છે.RSS એ મહાત્મા ગાંધીનું ખુન કર્યુ હોવાના આક્ષેપો પણ તેઓએ કર્યા હતા અને વધુમાં નોટબંધી બાદ ભાજપના નેતાઓ ડઘાઈ ગયા હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story