Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં એસીબીના રડારમાં લાંચ લેતા શિક્ષણાધિકારી સહિત નિવૃત કર્મચારી ઝડપાયા

રાજકોટમાં એસીબીના રડારમાં લાંચ લેતા શિક્ષણાધિકારી સહિત નિવૃત કર્મચારી ઝડપાયા
X

રાજકોટમાં કારકુનને કાયમી કરવાની લાલચ આપીને રૂપિયા 25000ની લાંચ માંગનાર જિલ્લા શિક્ષણાધિકારી તેમજ એક નિવૃત કર્મચારીને લાંચ રુશ્વત વિરોધી શાખઆ દબોચી લીધા હતા.

રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી શોક કુમાર નારણભાઈ ચૌધરી તેમજ એક નિવૃત એજ્યુકેશન ઈન્સપેકટર એચ એમ દવે લાંચ લેતા ઝડપાયા છે રૂ 25000ની લાંચ તેઓએ સુરજીતકુમાર પઢીયાર નામના કારકુન પાસેથી કાયમી કરવા માટે માંગી હતી.

સુરજીતકુમાર ફિક્સ પગારમાં કામ કરતા તેમનો સમયગાળો પૂર્ણ થતા તેમને કાયમી કરવાનો ઓર્ડર કાઢવા માટે તેમની પાસેથી રૂ. 25000 ની લાંચ માંગવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સુજીત પઢીયારને કાયમી કરાવવા માટેની તમામ ગોઠવણ નિવૃત એજ્યુકેશન ઇન્સ્પેકટર એચ.એમ. દવે દ્વારા કરી દેવામાં આવી હતી. જે સમયે એચ.એમ દવે દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ત્યારે તેઓ મોરબી કાર્યરત હતા તો સાથો સાથ હાલના જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી પણ તે સમયે મોરબી કાર્યરત હતા.હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ને વધુ તપાસ હાથધરી છે.

Next Story