Connect Gujarat
બ્લોગ

આ છે સિયાચેન

આ છે સિયાચેન
X

'હું ભારતીય છું એ જ મારુ ક્વોલિફિકેશન છે'.એવું છલોછલ આત્મવિશ્વાસપૂર્વક પંડિત ઓમકારનાથ કલાભવનના રંગમંચ પરથી જે બોલે અને સામે બેઠેલા પ્રેક્ષકો અને દર્શકો કરતલધ્વનિ કરે એવું ગુજરાતી ભાષાનું વિજ્ઞાન મેગેઝીન 'સફારી' ના તંત્રી શ્રી હર્ષલ પુષ્કર્ણાનું વક્તવ્ય જેણે રૂબરૂ માણ્યું એનું જીવન ધન્ય થયું એમિટી સ્કુલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્રણ પેઢી. ત્રણેય પેઢીના વારસદાર અનોખા. વિજયગુપ્ત મોર્ય પહેલા, નાગેન્દ્ર વિજય બીજા અને હર્ષલ પુષ્કર્ણા ત્રીજા. એમનો પરિચય આપનાર ઉર્વિશ કોઠારી. લોખંડી પુરુષ સરદાર પટેલ પર છપ્પનની છાતી રાખીને કોઈ વાત કરી શકે તો એ છે ઉર્વિશ કોઠારી 'સાચો માણસ સાચી વાત 'પુસ્તક એમનું બેસ્ટ સેલર.

વિશ્વનું સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું :'સિયાચેન એવરનેસ ડ્રાઈવ' ગુજરાતીમાં 'આ છે સિયાચેન'.

લાન્સ નાયક રાણા અમદાવાદમાં નવરાત્રીમાં દાંડિયારાસ રમે,પરોઢે ફાફડા જલેબી ખાય અને પોસ્ટીંગ મળે સિયાચેનમાં. જમીનથી ૧૮ હજાર ફૂટની ઉંચાઈએ દસ બાય બારના ટેન્ટમાં છ જણા સાથે રહેવાનુ. પેટ્રોલિંગ કરવાનું,પચ્ચીસ થી પંચાવન માઈનસ ડિગ્રીમાં છતાં એ અને ઉપરી કે સાથી જવાનોની એકપણ ફરિયાદ નહીં.

ઠંડી, ઓછો પ્રાણવાયુ, પાતળી હવા, હિમ ઝંઝાવાત, હિમપ્રપાત, હિમડંખ, સ્મુર્તિસંશ, મોતના મુખ જેવી કોતરો, બેસ્વાદપણું પહાડોમાં એકલતા ગમગીની(ડિપ્રેશન) દુશ્મનનો સતત ખતરો,મોતની લટકતી તલવાર....અને છતાં કોઈ ફરિયાદ નહીં.

માત્ર એકજ -- મારી સામે દુશ્મન છે પણ પીઠ પાછળ મને અનહદ પ્રેમ કરતા ભારતીયો છે એનું રક્ષણ કરવું એ જ મારુ અંતિમ ધ્યેય છે.

આપણે નાગરિક,કેટલા જાગૃત અને જવાબદાર એ તો હૃદય પર જમણો હાથ રાખીને વિચારજો ટેલિવિઝન, મોબાઇલ,ફોન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, વાહન આરામદાયક મકાન અને બિછાનું, માફકસરનું વાતાવરણ, ખાણીપીણીનો આનંદ, સગા, પરિવાર, સિનેમા હવાફેર માટે પ્રવાસ... વિગેરે વિગેરે અને છતાં ફરિયાદ જ ફરિયાદ.

આ શબ્દો હર્ષલ પુષ્કર્ણાએ 'આ છે...સિયાચેન'પુસ્તક પ્રેઝનટેશનમાં બતાવેલા છે, કેટલો સચોટ,સોંસરા છે એ માટે પુસ્તક ખરીદીને વાંચશો તો સમજાશે. આ માસના આપના બજેટમાં રૂપિયા ચારસો પચાસ પુસ્તક ખરીદવા વાપરશો તો આપની આ અને આવતી પેઢી આપના માટે ગર્વ લેશે, મારા પપ્પા,મારી મમ્મી,મારા દાદા મારા અંકલ ગ્રેટ હતા કે અમારા ઘરમાં 'આ છે સિયાચેન' પુસ્તક એમને વસાવેલું.ગુજરાતીઓ પણ પુસ્તક ખરીદીને વાંચે છે એનું ગૌરવ લેવાનો અવસર જતો ના કરશો. પુસ્તક ખરીદવા સંપર્ક કરો: યુરેનસ બુક્સ, ૨૦૯, આનંદ મંગલ-૩, ડોક્ટર્સ હાઉસની સામેની ગલીમાં, પરિમલ ક્રૉશીંગ પાસે, એલિસબ્રિજ, અમદાવાદ,૬. ફોન : (૦૭૯)૨૬૪૬૧૬૯૮.

લશ્કર,સૈનિક,ફરજ જુસ્સો,મનોબળ,વીરતા શૌર્ય ની પાછળ એક સીમા પ્રહરીમાં કેટકેટલી સંવેદના છુપાયેલી છે એનું નખશીખ પોસ્ટમોટર્મ કરનાર હર્ષલ પુસ્કરણને સો સો સલામ.

Next Story