Connect Gujarat
ગુજરાત

ભરૂચ ઐતિહાસિક શેડ હોનારત સર્જી શકે તેમ હોવાથી ઉતારવો અનિવાર્ય

ભરૂચ ઐતિહાસિક શેડ હોનારત સર્જી શકે તેમ હોવાથી ઉતારવો અનિવાર્ય
X

હજારો પક્ષીઓની ચરકને કારણે કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી બની હતી

બ્રિટિશ રાજના 157 વર્ષ જુના ઐતિહાસીક ભરૂચ રેલવે સ્ટેશનના શેડનું સ્ટ્રક્ચર ઉતારવાની ચાલી રહેલી કામગીરી વચ્ચે આ શેડ જોખમી થયો હોવાના અહેવાલો સાંપડયા છે. સમયની થપાટો અને હજારો પક્ષીઓની ચરકના કારણે કટાઈ ગયેલું સ્ટ્રક્ચર ક્યારે પણ કકડભુસ થાય તેવી સ્થિતિમાં આવી ગયો હતો.

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 3 અને 4 ને જોડતા ઐતિહાસિક ડોમના સ્ટ્રક્ચરને ઉતારવાની કામગીરી છેલ્લા બે થી ત્રણ દિવસથી ચાલી રહી છે. ગુજરાતમાં એકમાત્ર ભરૂચ રેલવે સ્ટેશને જ અંગ્રેજોના સમયનો એવો વૈભવી અને વિરાટ શેડ આવેલો હતો. પોલાદ માંથી બનેલ આ સ્ટ્રક્ચર 157 વર્ષના સમયની થપાટને પગલે કટાવા લાગ્યો હતો.

સ્ટેશન પર આશ્રય લેતા હજારો કાબર અને કબુતરોની ચરકે સ્ટ્રક્ચરને ભારે નુકસાન પોહચાડયુ હતુ. પક્ષીઓની ચરકને પગલે કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી બની હતી. ઇજનેરો એ સ્ટ્રક્ચર અને તેની સ્થિતિ સ્થાપકતાનું મૂલ્યાંકન કર્યા બાદ પરીક્ષણમાં સ્ટ્રક્ચર અત્યંત જોખમી હોવાનો રિપોર્ટ આવતા તેને ઉતારી લેવાનો નિર્ણય લેવાયો હતો. હાલ 3 કલાકનો બ્લોક લઈ ક્રેનની મદદથી શેડનું સ્ટ્રક્ચર ઉતારાઈ રહ્યુ છે. ક્રેનને પ્લેટફોર્મ નંબર 4 પર ચઢાવી દેવાઈ અને ખુબજ સાવચેતી પૂર્વક શેડ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Next Story