Connect Gujarat
ગુજરાત

સુમસામ  બનેલુ શાળાનું આંગણ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠયુ

સુમસામ  બનેલુ શાળાનું આંગણ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠયુ
X

પ્રથમ શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ

ઉનાળુ વેકેશન પૂર્ણ થતા તારીખ 5મી જુનના રોજ થી શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.

વેકેશનની રજાઓમાં સુમસામ બનેલું શાળાઓનું પટાંગણ બાળ રૂપી ફૂલોથી ખીલ્લી ઉઠયુ હતુ.વેકેશન દરમિયાન થોડો સમય વિખુટા પડેલા શાળાના મિત્રો ભેગા થતા અનેરો આનંદની લાગણી બાળકોએ વ્યક્ત કરી હતી.અને પોતે વેકેશન દરમિયાન કરેલી પ્રવૃત્તિ,પ્રવાસની મજા અને રમતગમત અંગેની ચર્ચાઓ બાળકોએ એકબીજાને કરીને વેકેશનના સંસ્મરણો વાગોળ્યા હતા.

જ્યારે ઘણાખરા બાળકોને માટે આજનો પ્રથમ દિવસ ખુબજ આકરો બની ગયો હતો,અને કેટલાક બાળકો રડતા પણ નજરે પડયા હતા.શાળામાં નવું એડમિશન લેનાર નાના ભુલકાઓને શાળાના પ્રથમ દિવસે કુમકુમ તિલક કરીને ચોકલેટ આપી આવકાર આપવામાં આવ્યો હતો,અને શાળાના શિક્ષકો દ્વારા બાળકોને શૈક્ષણિક સત્રની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Next Story