Connect Gujarat
ટેકનોલોજી

કેરોસીનનો બળતણ તરીકે ઉપયોગ કરવા માટે તૈયારી કરી રહ્યું છે ઈસરો

કેરોસીનનો બળતણ તરીકે ઉપયોગ કરવા માટે તૈયારી કરી રહ્યું છે ઈસરો
X

દેશનું સૌથી ભારે રોકેટ GSLV MK 3 નું ઐતિહાસિક લોન્ચ થયા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એક એવું સેમી ક્રાયોજેનિક એન્જીન વિકસિત કરી રહ્યું છે. જેમાં બળતણ રૂપે કેરોસીનનો ઉપયોગ કરી શકાય, અન્ય પારંપરિક બળતણના મુકાબલે કેરોસીન ઇકો ફ્રેડલી માનવામાં આવે છે, સૂત્રો મુજબ જાણકારી મળી હતી કે બધી યોજના મુજબ રહ્યુ તો ઈસરો આ સેમી ક્રાયોજેનિક એન્જીનનું ફ્લાઇટ ટેસ્ટ 2021માં કરશે.

રોકેટ લોન્ચ દરમિયાન સેમી ક્રાયોજેનિક એન્જીનનો ઉપયોગનો ફાયદો એ છે કે આ રિફાઈન્ડર કેરોસીન ઉપયોગ કરે છે, જે લિક્વિડ ફ્યુલના મુકાબલામાં હલકું હોય છે, આને સામાન્ય તાપમાન પર સ્ટોર કરી રાખવામાં આવે છે,વર્તમાનમાં ઉપયોગ થવા વાળા લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજનનું મિશ્રણનું વજન કેરોસીન થી વધારે હોય છે,અને આને શૂન્ય થી નીચે માઇન્સ 253 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરીને રાખવામાં આવે છે.

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર ડો.કે સિવને જણાવ્યું કે બળતણના તૌર પર પારંપરિક રૂપ થી ઉપયોગ થવા વાળા લિક્વિડ હાઇડ્રોજન અને ઓક્સિજન ના મિશ્રણના મુકાબલે કેરોસીન હલકું હોય છે, આ રોકેટ લોન્ચ દરમિયાન અપેક્ષાકૃત વધારે શક્તિશાળી થ્રસ્ટ ઉત્પન્ન કરશે,કેરોસીન ઓછી જગ્યા લે છે, અને આ કારણે એન્જીનમાં વધારે ફ્યુલ નાખવામાં આવે છે, આના ઉપયોગથી સૌથી વધારે ફાયદો એ થશે કે રોકેટ દ્રારા લોન્ચ થવા વાળા પેલોડની ક્ષમતા ચાર ટન થી વધી ને 6 ટન થઈ જશે, જાણકારી મળી હતી કે સેમી ક્રાયોજેનિક એન્જીન ના પ્રોજેક્ટ ને કેન્દ્રીય કેબિનેટે 2008માં મંજૂરી આપી હતી, એ સમય એની અંદાજીત રકમ 1798 કરોડ રૂપિયા હતી.

Next Story