Connect Gujarat
સમાચાર

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર મેસેજ થયા વાયરલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર  મેસેજ થયા વાયરલ
X

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પરાજય થતા સોશિયલ મીડિયામાં ભારે ટીકાનો દોર શરુ થયો છે,અને ખાસ કરીને ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્કોરને 158 સુધી લઇ જનાર હાર્દિક પંડયાને જાડેજાએ રન આઉટ કરાવતા તેની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

ઇંગ્લેન્ડમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાનના 338 રનને ચેસ કરવાના પડકાર સામે ટીમ ઇન્ડિયા માત્ર 158 રનમાં જ ધરાશાયી થઇ ગઈ હતી.જોકે ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 43 બોલમાં 76 રન ફટકારતા ટીમ ના સ્કોર 158 સુધી પહોંચી શક્યો હતો.પરંતુ રવિન્દ્ર જાડેજાએ હાર્દિક પંડયાને રન આઉટ કરાવતા જાડેજા સામે ભારે આક્રોશ ફેલાયો છે.

ખેર ભારતીય ટીમ ફાઇનલ મેચમાં ભલે પાકિસ્તાનને હરાવી ન શકી અને લોકો જીતની ખુશીની ઉજવણી ન કરી શકયા પણ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા પોતાની જાતને રોકી ન શક્યા.અને રમુજ ફેલાવતા અને સાથે કટાક્ષ કરતા સંદેશાઓનો મારો સોશિયલ મીડિયા પર શરુ થયો હતો.

# ક્રિકેટ મેચના વાયરલ મેસેજ :-

-- પંડયા તો બાહુબલી હતો જાડેજા કટપ્પા નીકળ્યો !

-- જરા ચેક કરો,અનુષ્કા આતંકવાદીઓની કેદમાં નથી ને ?

-- કપના લાવો તો કઈ નહિ , પણ પેલો માલ્યા ત્યાં બેઠો છે એને લેતા આવજો

-- બે...ચાર ઓવર મોદીને આપવી હતી...એ પણ સારી ફેંકે છે.

-- અનુષ્કા : હાય વિરાટ...., વિરાટ : હાય.....અનુષ્કા : પંડયાનો નંબર આલને.

-- સીધુ ગણિત છે : રન તો 154 જ કરવાના હતા ... 339માં 18 ટકા GST કાપતા 278 વધે અને આગળની મેચના 124 રન બાદ કરતા 154 રન કરવાના. ભારતે 158 રન કર્યા છે.

-- હાર્દિક પંડયા એકજ પ્લેનમાં આવશે બાકી બધા ટ્રેનમાં આવશે...BCCI .

Next Story