Connect Gujarat
ગુજરાત

કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં રાજકોટનો સમાવેશ

કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં રાજકોટનો સમાવેશ
X

કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવેશ થવા રાજકોટ મનપા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત મહેનત કરવામાં આવી રહી હતી. જે આજે સાકાર થઇ છે.

કેન્દ્ર સરકારની ત્રીજા તબક્કાની સ્માર્ટ સીટીની યાદી જાહેર કરવામાં આવી હતી,જેમાં રાજકોટને ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયુ છે. રાજકોટ મનપાના કમિશનર બી.એન.પાનીએ દિલ્હી ખાતે સેમિનારમાં હાજરી આપી હતી.

આ સેમિનારમાં સ્માર્ટ સિટીની નવી યાદી પણ જાહેર કરવામાં આવી હતી. રાજકોટ છેલ્લા બે તબક્કાથી સ્માર્ટ સિટીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતુ અને જ્યારે ત્રીજા તબક્કામાં રાજકોટ માટે અંતિમ તક હતી.જેમાં રાજકોટ ત્રીજા સ્થાને આવતા મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ અને શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

Next Story