Connect Gujarat
દુનિયા

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી ડિનર કરશે

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી ડિનર કરશે
X

વડાપ્રધાન પીએમ મોદી આજ થી તેમના ત્રણ દેશોના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડની મુલાકાત લેશે. સોમવારે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે, ત્યારે તેઓ પાસે એક બીજાને સમજવા માટે લગભગ પાંચ કલાકનો સમય રહેશે.

બંને નેતાઓ લગભગ 3.30 વાગ્યે વન ટૂ વન વાતચીત કરશે. ત્યારબાદ મીડિયા સાથે ફોટો-ઓપ બાદ બંને પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા માટે રવાના થશે. ત્યારબાદ કોકટેલ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ દિવસનું સમાપન વ્હાઈટ હાઉસ ડિનર સાથે કરવાનું આયોજન કર્યું છે . પીએમ મોદી અમેરિકી પ્રવાસ પર જનારા પહેલા એવા વિદેશી રાજનેતા હશે જેઓ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર કરશે.

બંને રાજનેતાઓ વચ્ચે આ પ્રવાસ દરમિયાન જોઈન્ટ પ્રાથમિકતાઓવાળા કેટલાક મુદ્દાઓ પર વાતચીત થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ બંને નેતાઓ આતંકવાદની સમસ્યાને પહોંચી વળવા, ભારતના રક્ષા ક્ષેત્રના આધુનિકીકરણમાં મદદ અને એશિયા-પેસિફિકમાં ભારતની ભૂમિકાને વધારવા માટે અમેરિકાની મદદને લઈને ચર્ચા થઈ શકે છે.

પીએમ મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પહેલી મુલાકાત 26 જૂનના રોજ વોશિંગ્ટનમાં થવાની છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે મારા અમેરિકા પ્રવાસનું લક્ષ્ય આપણા રાષ્ટ્રો વચ્ચે સંબંધ મજબુત બનાવવાનો છે. ભારત અને અમેરિકાના મજબુત સંબંધોથી આપણા રાષ્ટ્રો અે વિશ્વને લાભ થાય છે.

Next Story