Connect Gujarat
ગુજરાત

રાજપારડીના ખેડૂતોએ સારસા માતાજીના ડુંગર ખાતે વરસાદ ઉત્સવની ઉજવણી કરી

રાજપારડીના ખેડૂતોએ સારસા માતાજીના ડુંગર ખાતે વરસાદ ઉત્સવની ઉજવણી કરી
X

આ ઉત્સવની ઉજવણી અર્થે ગ્રામજનો જોડાય છે

ભરૂચ જિલ્લાના રાજપારડી ગામ પાસે આવેલ સારસા માતાજીના ડુંગર ખાતે સિઝનના પ્રથમ વરસાદને ખેડૂતો અને ગ્રામજનો વરસાદ ઉત્સવ તરીકે વર્ષોથી ઉજવણી કરે છે.

ભરૂચ જીલ્લાના રાજપારડી ગામ સ્થિત નેત્રંગ રોડ પર આવેલ સારસા માતાજીના ડુંગરે વર્ષોથી રાજપારડી ગામના ખેડૂતો અને ગ્રામજનો ચોમાસાના પ્રથમ વરસાદને વરસાદ ઉત્સવ તરીકે ઉજવણી કરે છે.

જેના ભાગરૂપે ગુરુવારની સાંજે ગામના ખેડૂતો પરિવારો અને ગ્રામજનોએ પોત-પોતાના ઘરે દાળ,ભાત અને લાડુનું ભોજન બનાવી ભોજન લઈ સારસા માતાજીના ડુંગર ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ માતાજીના મંદિરે દર્શન અને ભોજન ધરાવ્યા બાદ ભોજન અરોગ્યું હતુ.

આ રીતે ભોજન આરોગવાથી સમગ્ર વર્ષ તેઓના પરિવાજનો પર માતાજીના આશીર્વાદ રહે છે તેવી માન્યતા છે અને માતાજી સુખ,શાંતિ સાથે બરકત આપે છે તેવી માન્યતા ખેડૂતો વર્ષોથી ધરાવે છે.

Next Story