Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં GST માર્ગદર્શન સેમિનાર યોજાયો

અંકલેશ્વરમાં GST માર્ગદર્શન સેમિનાર યોજાયો
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના સહયોગ થી લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઔધોગિક અને GST અંગેના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર જીઆઇડીસીનાં જે પી ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ હોલ ખાતે આયોજીત આ સેમિનારમાં લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ બલદેવ પ્રજાપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યકારી સદસ્ય તેમજ કે જનક એન્ડ કં.ના ભાગીદાર ચાર્ટડ એકાઉન્ટન્ટ મુકુંદભાઈ રાવ, લઘુ ઉદ્યોગ ભારતીના ભરૂચના પ્રમુખ ઈશ્વર સજ્જન ,ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર બી.પી.સંગાડે, પાનોલી ઉદ્યોગ મંડળના બી.એસ.પટેલ, સહિત અંકલેશ્વરના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

તારીખ 1 જુલાઈ થી અમલી થનાર GST અંગે ચાર્ટડ એકાઉન્ટન્ટ મુકુંદ રાવે રસપ્રદ માહિતી આપી હતી.જ્યારે ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર બી.પી.સંગાડે ઉદ્યોગને લાભકારી આર્થિક નીતિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

તારીખ 1 જુલાઈ થી અમલી થનાર GST અંગે ચાર્ટડ એકાઉન્ટન્ટ મુકુંદ રાવે રસપ્રદ માહિતી આપી હતી.જ્યારે ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર બી.પી.સંગાડે ઉદ્યોગને લાભકારી આર્થિક નીતિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

Next Story