Connect Gujarat
દેશ

મીરા કુમારે રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી નોંધાવી

મીરા કુમારે રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી નોંધાવી
X

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ આગામી તારીખ 24મી જુલાઈએ પૂરો થાય છે, અને નવા રાષ્ટ્રપતિ માટે તારીખ 17 જુલાઈએ ચૂંટણી યોજાનાર છે, ત્યારે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મીરા કુમારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

વિપક્ષ તરફતી રાષ્ટ્રપિત પદના ઉમેદવાર મીરા કુમારે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને શરદ પવાર તેમની સાથે જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદે 23 જૂનના રોજ ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી,અમિત શાહ, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. 15 સીએમ અને 28 દળના નેતા પણ હાજર હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17 જુલાઈએ મતદાન કરાશે અને 20 જુલાઈએ ગણતરી કરવામાં આવશે. પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે યુપીએના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં પહેલા મીરા કુમારે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આપણે હવે 21મી સદીમાં આવી ગયા છીએ. દેશના સર્વોચ્ચ પદની આ લડાઈને દલિત વિરુદ્ધ દલિત ન બનાવવી જોઈએ.

Next Story