Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં આજી ડેમમાં નર્મદા નદીના પાણીના વધામણા કરતા પીએમ મોદી

રાજકોટમાં આજી ડેમમાં નર્મદા નદીના પાણીના વધામણા કરતા પીએમ મોદી
X

રાજકોટમાં દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજી ડેમ ખાતે નર્મદા નદીના નીરનાં વધામણા કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વકાંક્ષી યોજના સૌ ની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદા નદીના નીર થી ભરાતા પીએમ મોદી દ્વારા માઁ નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા, અને રાજકોટ વાસીઓમાં આ પ્રસંગે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જન સભાને આજી કરે રાજી કહીને સંબોધિત કરી હતી, અને જણાવ્યુ હતુ કે ગુજરાત અને કચ્છના લોકોને પાણી શું હોય છે પાણીનું માહાત્મય શું હોય છે તે સમજાવવું પડે એમ નથી. રાજકોટમાં માત્ર પાણીની જ ચર્ચા થતી હતી. અને રાજકોટમાં પીવા માટે રેલવેમાં પાણી લઇ જવું પડતુ હતુ. અને પહેલાની સરકારમાં ટેન્કર અને હેન્ડપંપની માગણી કરવામાં આવતી હતી.જ્યારે સૌની યોજના થકી રાજકોટની પાણીની સમસ્યાનું હવે નિરાકરણ આવશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે એક સમયે પાણીના અભાવના કારણે જમીનનું કઈંજ મૂલ્ય ઉપજતું નહોતુ. અને સૌની યોજના થી રાજકોટવાસીઓની સમસ્યાઓ હવે ભૂતકાળ બની જશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા સહિતના મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહયા હતા, અને રાજકોટવાસીઓ એ નર્મદા નદીના પાણીના આજી ડેમમાં વધામણા થતા આ અવસરની ઉત્સવમય ઉજવણી કરી હતી.

Next Story