Connect Gujarat
ગુજરાત

વલસાડના મૃતક લક્ષ્મીબહેનની અંતિમ યાત્રામાં ગામ હિંબકે ચઢયુ

વલસાડના મૃતક  લક્ષ્મીબહેનની અંતિમ યાત્રામાં ગામ હિંબકે ચઢયુ
X

આતંકવાદી હુમલામાં મોતને ભેટનાર ગણદેવીના ચંપાબહેનને શ્રદ્ધાંજલિ અર્પતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વલસાડના

અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હિચકારા આતંકવાદી હુમલામાં કમોતને ભેટનાર વલસાડના મહિલા યાત્રી લક્ષ્મીબહેનની અંતિમ યાત્રામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત ગ્રામજનો જોડાયા હતા.

અમરનાથ યાત્રા દરમિયાન વલસાડના યાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 7 યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.વલસાડના રહેવાશી લક્ષ્મીબહેન પટેલનો મૃતદેહ એરફોર્સના પ્લેન મારફતે સુરત આવ્યા બાદ વલસાડ તેમના નિવાસ્થાને લઇ જવામાં આવ્યો હતો.વલસાડનાલક્ષ્મીબહેનની અંતિમ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મંત્રી ગણપતસિંહ વસાવા, મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો અને ગ્રામજનો જોડાયને મૃતક લક્ષ્મીબહેનને શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.વલસાડના જ્યારે નવસારીનાં ગણદેવી ખાતેના મૃતક મહિલા યાત્રી ચંપાબહેન પ્રજાપતિની અંતિમ યાત્રામાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય મંગુભાઇ, વિધાનસભાનાં ઉપદંડક આર સી પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા, અને શ્રદ્ધાંજલિ અર્પીને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તે માટે પ્રાર્થના કરી હતી.

Next Story