Connect Gujarat
ગુજરાત

રાજ્યના ૧૩ ડેમ ઓવરફલો ૭ જળાશયો હાઇએલર્ટ પર

રાજ્યના ૧૩ ડેમ ઓવરફલો ૭ જળાશયો હાઇએલર્ટ પર
X

રાજ્યમાં શ્રીકાર વરસાદને કારણે ડેમો – તળાવમાં નવા પાણીની આવક ચાલુ થઈ છે. શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૨૦૩ જળાશયો પૈકીમાંથી ઉત્તર ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના ૧૦ મળી કુલ ૧૩ ડેમ ઓવરફલો થયા છે. બીજા ૫ થી ૬ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે, તો કેટલાક ડેમોના દરવાજા ખોલી નખાયા છે.

રાજ્યના કુલ ૨૦૩ જળાશયો પૈકીમાંથી મોટાભાગનામાં નવા નીરની આવક ચાલુ થઈ ગઈ છે. તંત્ર દ્રારા ૭ જળાશયોને હાઈ એલર્ટ પર થતા પાંચ જળાશયોને એલર્ટ પર મુકાયા છે. જયારે સરદાર સરોવર ડેમ ૧૧૭ મીટરની સપાટીએ પહોંચી ગયો છે. આ ડેમ ૮૫.૨૬ ટકા જેટલો ભરાયો છે.

રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, તેમાં કચ્છ જીલ્લાના ફતેહગઢ જામનગર ડેમી -૩ અને મચ્છુ – ૩ રાજકોટ જીલ્લાના ખોડીયાર અને સુરેન્દ્રનગર જીલ્લાના મોરશલ અને ત્રિવેણી સંગ હાઇએલર્ટ પર મુકાયા છે.

રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન ક્યુબીટ મીટર પૈકી હાલ ૫૨૧૭.૮૫ મિલિયન ક્યુબીટ મીટર પાણીનો સંગ્રહ થયો છે. સમગ્ર ગુજરતમાં શનિવાર સવાર સુધીમાં ૩૩.૪૦ ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે.

Next Story