જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

166

મેષ (અ,લ,ઇ) તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

વૃષભ (બ,,ઉ) પાર્ટીમાં તમે લઘુતાગ્રંથિથી પીડાવ એવી શક્યતા છે. આમાંથી બહાર નીકળવા તમારી જાતને હકારાત્મક રીતે વિચાર કરવા પ્રેરો-અન્યથા તમે આત્મવિશ્વાસ જાળવી નહીં શકો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. રૉમેન્ટિક અફૅર્સ પર અવળી અસર પડશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમારૂં લગ્નજીવન મુશ્કેલ સમયમાંથી પસાર થાય એવી શક્યતા છે.

મિથુન (ક,,ઘ) તમે કદાચ તમારા પરિવારની અપેક્ષાઓ પર પાર ઉતરવામાં નિષ્ફળ જઈ શકો છો. તમે ગમે એટલા લખત પ્રયત્નો કરશો-તમે દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી નહીં કરી શકો. તમારૂં ધ્યાન કેન્દ્રિત કરી હિંમત નહીં હારો તો એ તમારી માટે સારૂં રહેશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

કર્ક (ડ,હ)  સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે, જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો.

સિંહ (મ,ટ) – તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. છેલ્લા થોડા સમયથી તમારૂં અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે-પમ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો- સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે..

કન્યા (પ,,ણ) – ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમને જેના પર વિશ્વાસ છે એવી કોઈક વ્યક્તિ તમને પૂરૂં સત્ય નહીં જણાવે-તમામ જાણકારી મેળવવા માટે થોડીક પૂછપરછ મહત્વની સાબિત થશે- પણ તમે જો ગુસ્સાથી વર્તશો તો તમે તમારો સંબંધ બગાડી બેસશો. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે.

તુલા (ર,ત) – તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

વૃશ્વિક (ન,ય) તમારી સમસ્યા ઉકેલવા માટે તમારા મિત્રની મદદ લો. ભૂતકાળને ભૂલવામાં તથા તેને યાદ કરીને ગુસ્સે થવામાં કોઈ જ લાભ નથી કેમ કે એવું કરવાથી તમે તમારી માનસિક તથા શારીરિક શક્તિને ક્ષીણ કરવા સિવાય કશું જ નહીં મળે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

ધન (ભ,,,ઢ) – તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય- કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તાની ચકાસણી કરો. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. રચનાત્મક તથા તમારા જેવા જ વિચારો ધરાવતા લોકો સાથે હાથ મેળવો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.

મકર (ખ,જ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય-એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે- જેની માટે તમને પછીથી પસ્તાવો થશે- આથી બોલતા પહેલા વિચારજો. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

કુંભ (ગ,,,ષ) – ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

મીન (દ,,,થ) – કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમને જાણવા મળશે કે મિત્રો તથા સંબંધીઓ તમારી જરૂરિયાતો સમજી રહ્યા નથી-તમારા ઈમાનદાર પ્રયાસો તમારી જાતમાં કેટલાક ફેરફાર કરવા તરફ હોવા જોઈએ નહીં કે લોકો તમારી માટે બદલાય એ તરફ. તમારા પ્રિયપાત્રને ખુશ કરવું સરળ નહીં હોય. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શાંતિ અને ખુશીને હચમચાવી નાખશે.

 

LEAVE A REPLY