રાજકોટમાં ઇન્ટરનેશનલ કક્ષાનાં એરપોર્ટ માટે લોક સુનાવણી યોજાશે

191
Exhibition

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની કવાયત ચાલી રહી છે, અને વિમાન મથકની જમીન માટે 4 ઓગષ્ટનાં રોજ લોકસુનાવણી યોજાશે.

રાજકોટ પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે જમીન એકત્રીકરણનું કામ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો.

રાજકોટના હિરાસરમાં જે જગ્યાએ એરપોર્ટ બનવાનું છે ત્યાં 4 ઓગષ્ટના રોજ લોકસુનાવણી યોજાશે. આ પબ્લિક હિયરીંગમાં એન્વાયરમેન્ટલ ઈમ્પેકટ એસેસમેન્ટ માટે રાખવામાં આવી છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે પબ્લિક હિયરીંગ એક પ્રકારની પ્રક્રિયા છે જે કરવી ફરજીયાત હોઈ છે. જો કે આ પ્રક્રિયામાં કોઈ પણ અડચણ ઉભી નહિ થાય કારણ કે કુલ 100 ટકા જમીન માંથી 97 ટકા જમીન સરકારની છે.

જ્યારે 3 ટકા જમીન ખાનગી માલિકીની હતી. જે પણ તેઓએ સ્વેચ્છાએ આપી છે. પબ્લિક હિયરીંગ પુર્ણ થયા બાદ એન્વાયરમેન્ટલ ફોરેસ્ટ મિનિસ્ટ્રી દ્વારા પરમિશન આપવામાં આવશે જે બાદ એરપોર્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

 

LEAVE A REPLY