Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિ માટે આયોગની રચના કરવાની કરી જાહેરાત

રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિ માટે આયોગની રચના કરવાની કરી જાહેરાત
X

રાજ્યમાં પાટીદાર અમાનત મુદ્દે ભારે વિવાદ વકરતો જાય છે, અને આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પાસ અને પાટીદાર આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કર્યુ હતુ. અને આ વિવાદનો અંત લાવવાનાં પ્રયાસો કર્યા હતા.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ચીમન સાપરીયા, અને નાનુ વાનાણી તેમજ પાસનાં નેતા હાર્દિક પટેલ અને એસપીજીના લાલાજી પટેલ સહિત ધાર્મિક સંસ્થાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. અનામત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બેઠક બાદ જાહેરાત કરી હતી કે પાટીદાર મૃતક યુવકોના પરિવારને સહકારી સંસ્થાઓમાં નોકરી અપાશે, તે સિવાય અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે. વધુમાં તેઓએ બિન અનામત જ્ઞાતિ માટે આયોગની રચના કરવાની જાહેરાત પણ કરી હતી.

પાસ કન્વિનર હાર્દિક પટેલે સરકારે કરેલા બીન અનામત આંદોલનના નિર્ણયને આવકાર્યો હતો. પરંતુ સરકાર સમાજ માટે યોગ્ય નિર્ણય નહિં લે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતુ.

Next Story