પોલીસે તમામ અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દિવાળી અને બેસતા વર્ષનાં પર્વની ઉજવણી સાથે કેટલાંક લોકો માટે ખુશીનું પર્વ આઘાતજનક પણ રહ્યું હતું. અંકલેશ્વર શહેર નજીકથી પસાર થતાં હાઈવે ઉપર સર્જાયેલાં વિવિધ 5 અકસ્માતોની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનાઓમાં કુલ પાંચ લોકોનાં મોત નિપજ્યા હોવાનાં અહેવાલ સાંપડ્યા છે.

અંકલેશ્વરમાં વિવિધ પાંચ સ્થળોએ સર્જાયેલા અકસ્માત પૈકી ત્રણ અકસ્માત નેશનલ હાઈવે ઉપર સર્જાયા હતા. જ્યારે એક અકસ્માત જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજ પાસે અને પાંચમો અકસ્માત રાજપીપળા ચોકડી પાસે સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતનાં બનાવોમાં પાંચ લોકોનાં મોત થતાં શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નેશનલ હાઈવે 48 ઉપર આજરોજ વહેલી સવારે હોટલ ગીરીરાજ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા એક અજાણ્યા શખ્સને કોઈ વાહન ચાલકે અડફેટે લીધો હતો. જેનું ગંભીર ઈજાનાં પગલે ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જક વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી અજાણ્યા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY