Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સંઘ પરિવાર દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયી મશાલ રેલી

અંકલેશ્વરઃ સંઘ પરિવાર દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયી મશાલ રેલી
X

સાંજે 6 કલાકે અંકલેશ્વર ત્રણ રસ્તાથી રામકુંડ સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું

દેશનાં 72માં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આજે તારીખ 14 મી ઓગસ્ટનાં રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે અંકલેશ્વર સંઘ પરિવાર દ્વારા સાંજે 6 કલાકે અંકલેશ્વર ત્રણ રસ્તાથી રામકુંડ સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા. સફેદ વસ્ત્રોમાં ઉમટી પડેલા સ્વયંસવેકોએ અખંડ ભારતનાં નારા સાથે આ મશાલ રેલીમાં ઉમટી પડતાં અનેરૂ વાતાવરણ સર્જાયું હતું.

રામકુંડ ખાતે યાત્રાનું સમાપન કરી ભારત માતાની આરતી કરવામાં આવી હતી. આ મશાલ રેલી માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ , ભારતીય જનતા યુવા મોરચો અંકલેશ્વર વિધાનસભા ,વી. એચ. પી.અને બજરંદળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it