Top
Connect Gujarat

અંકલેશ્વર:કાપોદ્રા નજીક કામદારને માર મારી લૂંટી લેવાયો

અંકલેશ્વર:કાપોદ્રા નજીક કામદારને માર મારી લૂંટી લેવાયો
X

અંકલેશ્વરમાં વધુ એક મારમારી લૂંટનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક કામદારને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા મારમારી લૂંટી લેવાયો હતો મારની ઇજાઓના કારણે કામદારને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામે મજૂરી કામ કરતા એક કામદારને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા બેરહેમી પુર્વક મારમારી લૂંટી લેવાની ઘટના બનવા પામી છે. કામદારેને બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા ઘાયલ કામદારને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.આ ઘટનાની જાણ થતા કામદારના નિવેદનના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી કામદારને મારમારી લૂંટ ચલાવનાર અજાણ્યા ઇસમની શોધ આરંભી છે.

Next Story
Share it