Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર:કૃપાનગર સોસાયટીમાં GEBની ઉદાસીનતાથી ઇલેક્ટ્રિસિટીનો થાંભલો ધરાશાયી

અંકલેશ્વર:કૃપાનગર સોસાયટીમાં GEBની ઉદાસીનતાથી ઇલેક્ટ્રિસિટીનો થાંભલો ધરાશાયી
X

ચોમાસુ શરૂ થતાં જ જી.ઇ.બી. દ્વારા કરાયેલ પ્રિ-મોંન્સુન કામગીરીની પોલ ખુલવા પામી છે. વસસાદના એકા ઝાપટા માત્રથી જ વિજ પુરવઠો ડૂલ થવાના, ડીમ લાઇટ થવાના બનાવો સાથે વિજ થાંભલે ફ્ટાકા થવાના કિસ્સાઓ બહાર આવતા જી.ઇ.બી. તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

અંકલેશ્વર શહેરની કૃપા નગર સોસાયટીમાં આવેલ એક જી.ઇ.બી.ના થાંભલા નીચે પાણી અને સ્પાર્ક થતાં હોવાની ફરીયાદો વારંવાર સ્થાનિકો દ્વારા કરવા છતાં કોઇ કામગીરી ના કરાતા આખરે પહેલા જ વરસાદમાં જ આ વિજપોલ ઘરાશાયી થવાની ઘટના બનવા પામી છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="100449,100450,100451,100452,100453,100454,100455"]

સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ થાંભલા વિશે વારંવાર ફરિયાદો કરવા છતાં GEB તરફથી તાકીદે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. જાણે કે કોઈ મોટી હોનારત થવાની રાહ જોવાતી ના હોય.એટલું જ નહીં સ્થાનીકો દ્વારા આજ રોજ આ ઘટનાની જાણ જી.ઇ.બીમાં કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી કે કર્મચારી જોવા મળ્યું નથી. સ્થાનિકો દ્વારા ફરી ફરિયાદ કરવામાં આવી કે તમે મોડા આવશો તો વાંધો નહિ પરંતુ સોસાયટીનો વિજપ્રવાહ તો બંધ કરી દો.પરંતુ મોડે સુધી વિજપ્રવાહ પણ બંધ કરવમાં આવ્યો ન હતો.સ્થાનિકોમાં વરસાદના વાતાવરણમાં કોઇ બાળક કે મોટેરાઓને કરંટ લાગવાની બીકના પગલે ભયની લાગણી ફેલાવા પામી છે. આવા સંજોગોમાં કોઈ મોટી હોનારત થાય તો કોના ભરોશે રહેવું એ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે.

Next Story