Top
Connect Gujarat

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામે ગ્રામસભાનો ફિયાસ્કો, અધિકારીઓ જ હાજર ન રહ્યા

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામે ગ્રામસભાનો ફિયાસ્કો, અધિકારીઓ જ હાજર ન રહ્યા
X

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામ ખાતે તારીખ 23મી ઓગષ્ટને બુધવારનાં રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જોકે આ સભામાં અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગામનાં વિકાસ અર્થે તંત્ર દ્વારા ગ્રામસભાઓ યોજવામાં આવે છે. જેમાં ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો રજુ કરીને તેના નિકાલ અર્થેની અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. પરંતુ ગ્રામસભામાં કોઈ જવાબદાર અધિકારી જ હાજર ન રહેતા ગ્રામજનોએ પોતાની રજૂઆત કોને કરવી તે બાબત પણ ગંભીર મુદ્દો બની જાય છે.

આવું જ કંઈક ભડકોદ્રા ગામમાં બન્યું હતુ. તારીખ 23મી બુધવારે યોજાયેલી ગ્રામસભામાં જવાબદાર અધિકારીઓ કે ગ્રામ પંચાયતના સભ્યો પણ જૂજ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નહોતા, તેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, અને આખરે ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો. જે સંદર્ભે વહીવટી તંત્ર પણ પુરતું ધ્યાન આપે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.

Next Story
Share it