અંકલેશ્વરનાં રુદ્રાક્ષ રેસિડેન્સીનાં ઘરમાં આગ લાગતા શિક્ષિકાનું મોત

New Update
અંકલેશ્વરનાં રુદ્રાક્ષ રેસિડેન્સીનાં ઘરમાં આગ લાગતા શિક્ષિકાનું મોત

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતી યુવાન શિક્ષિકા તેમના ઘરમાં જ આગ લાગતા જીવતી ભૂંજાઈ ગઈ હતી, આ રહસ્યમય ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીનાં ફ્લેટ નંબર 406માં રહેતી મેઘના ચિરાગભાઈ ગાંધી ઉ.વ.24નાં ઓ વિઝન સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેઓનાં પતિ ચિરાગભાઈ ગાંધી અને તેમનો દીકરો અંબાજી ખાતે ગયા હતા, અને મેઘના ગાંધી ઘરમાં એકલા હતા.

publive-image

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મેઘના ગાંધીનાં પતિ અને દીકરો અંબાજી ખાતે ગયા હતા, અને તેઓ ઘરમાં એકલા હતા, વહેલી સવારે ઘરનાં બેડરૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.આ આગમાં મેઘના ગાંધી જીવતા જ ભૂંજાઈ ગયા હતા.

ઘટના અંગેની જાણ થતા જ જીઆઇડીસી પોલીસ મથકનાં પીઆઇ આર.કે.ધુળીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને મેઘના ગાંધીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.વધુમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે યુવાન શિક્ષિકાનાં મોત પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories