Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં હજાત ગામે નજીવી બાબતમાં યુવકની હત્યા

અંકલેશ્વરનાં હજાત ગામે નજીવી બાબતમાં યુવકની હત્યા
X

ઘરનું પાણી આરોપીઓનાં ઘર તરફ જવા બાબતે ઝઘડો થયો હતો

અંકલેશ્વર તાલુકાનાં હજાતગામ ગામે નજીવી બાબતની તકરારમાં એક યુવકની ચપ્પુનાં ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં સાથ આપનાર આરોપી યુવકની માતાની પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.

અંકલેશ્વર તાલુકાનાં હજાત ગામ ખાતે તા- ૪ થી જુનની મોડી સાંજે ફળિયામાં ઘર પાસે પાણી આવવાની બાબતે હાર્દિક ડાહ્યાભાઈ પટેલ, રાકેશ મનસુખભાઈ પટેલ સાથે કિરણ ઝીણા ભાઈ પટેલનાઓનો ઝઘડો થયો હતો અને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઉશ્કેરાયેલા કિરણ પટેલ તેની માતા રંજનબેન પટેલ તથા હર્ષિલ જશવંત પટેલનાઓએ ભેગા મળીને રાકેશ પટેલને મારમાર્યો હતો અને તેના પેટનાં ભાગે ચપ્પુના ઘા મારી રાકેશને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે હાર્દિક ડાહ્યાભાઈ પટેલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા પોલીસે રંજનબેન પટેલની ધરપકડ કરી હતી. જયારે તેણીનો પુત્ર કિરણ પટેલ અને હર્ષિલ જશવંત પટેલનાઓ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story
Share it