Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB

અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB
X

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળિયાની ભંગારની દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે કોથળામાં રહેલ તાંબાના વાયરો અને પ્લેટોનો શંકાસ્પદ જથ્થો મળી કુલ ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરી અચ્છે ખાલીદ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story