Top
Connect Gujarat

અંકલેશ્વરના બે ચિત્ર શિક્ષકોએ કેનવાસ ચિત્ર કૃતિઓ કરી પ્રદર્શિત

અંકલેશ્વરના બે ચિત્ર શિક્ષકોએ કેનવાસ ચિત્ર કૃતિઓ કરી પ્રદર્શિત
X

અંકલેશ્વરની કલાપ્રેમી જનતાને ચિત્રકળાની કૃતિ નિહાળવાનો લાભ મળે એ હેતુસર અંકલેશ્વર ના જ બે ચિત્ર શિક્ષકોએ પોતાની દિલ્હીમાં પ્રદર્શીત કરેલ કેનવાસ ચિત્ર કૃતિઓનું અંકલેશ્વર ખાતે પણ પ્રદર્શીત કરી હતી.

[gallery td_gallery_title_input="અંકલેશ્વરના બે ચિત્ર શિક્ષકોએ કેનવાસ ચિત્ર કૃતિઓ કરી પ્રદર્શિત" td_select_gallery_slide="slide" size="large" ids="93617,93618,93619,93620,93621,93622,93623,93624,93625,93626,93627,93628"]

અંકલેશ્વરના ચિત્રકારોએ તેમની કેનવાસ ચિત્ર કલા મોટા શહેરો તરફ વિસ્તારી રહ્યા છે. હાલમાં નવી દિલ્હી સ્થિત ગાંધી આર્ટ ગેલેરીમાં અંકલેશ્વરના પાનોલીની પ્રાથમિક શાળા ના ચિત્ર શિક્ષક પ્રદીપકુમાર દોશી તથા ગટુ વિદ્યાલયના ચિત્ર શિક્ષક પ્રકાશકુમાર ટેલરની કેનવાસ ચિત્ર કૃતિઓ પ્રદર્શિત થઈ છે. આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન મિસ ઈન્ડિયા 2018 ની વિજેતા શ્રેયા ચોપરાએ કર્યું હતું. અંકલેશ્વરના આ બંને ચિત્ર શિક્ષકોએ આ અગાઉ મુંબઈ સ્થિત જહાંગીર આર્ટ ગેલેરીમાં પણ પોતાના કેનવાસ ચિત્રો પ્રદર્શનમાં મુક્યા હતા.

Next Story
Share it