Top
Connect Gujarat

અંકલેશ્વરની આત્મીય સોસાયટીનાં બંધ મકાન માંથી રૂપિયા 39 હજાર ઉપરાંતની ચોરીને અંજામ આપતા તસ્કરો

અંકલેશ્વરની આત્મીય સોસાયટીનાં બંધ મકાન માંથી રૂપિયા 39 હજાર ઉપરાંતની  ચોરીને અંજામ આપતા તસ્કરો
X

અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ સારંગપુર ગામની આત્મીય સોસાયટીના એક બંધ મકાનનું તાળુ તોડીને તસ્કરો રૂપિયા 39000 ઉપરાંતની ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

અંક્લેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ સારંગપુર ગામની આત્મીય સોસાયટીમાં રહેતા સંજય બાબુભાઈ પટેલ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલ પોતાની સાસરીમાં કોઈક પ્રસંગ અર્થે ગયા હતા. અને તે દરમિયાન તેઓનું ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ.

સંજય પટેલનાં મકાનનાં દરવાજાનું તાળું તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા,અને કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 37000 અને સોનાચાંદીનાં દાગીના કિંમત રૂપિયા 2500 મળી કુલ રૂપિયા 39, 500નો મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.

આ અંગે સંજય પટેલને જાણ થતા તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Next Story
Share it