વારંવાર રસ્તો ઊંચો કરી બ્લોક નાંખવા અને ગટર લાઇનને સરખી કરવા માંગ કરાઇ હતી

ઉભરાતી ગટર અને અશહ્ય દુર્ગંધ મારતા પાણીથી રોગચાળો ફેલાવાની ભિતિ

ગાયત્રી સોસાયટીની મહીલાઓએ કંટાળી પાઇપની મદદથી આવન-જાવનનો રસ્તો કર્યો બંધ

અંકલેશ્વર નોટિફાઇડ એરીયામાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રસ્તો ઊંચો કરવા માટેની વારંવારની રજૂઆતો છતાં પણ નોટિફાઇડ અધિકારીઓ દ્વારા કોઇ નિરાકરણ ન લવાતા તેમજ ગટર લાઇન ઉભરાઇ અને ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા આજે આખરે કંટાળેલી મહીલાઓએ રસ્તોજ બંધ કરવાનો માર્ગા અપનાવ્યો હતો.

તેમના જણાવ્યાનુસાર તેઓના વિસ્તારમાં છેલ્લા એકા મહિનાથી ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઇનમાં મીક્ષ થાય છે.આ અંગેની તેઓ દ્વારા વારંવાર લેખીત તેમજ મૌખીક રજૂઆતો નોટિફાઇડ ઓફીસે કરાઈ હતી.પરંતુ હજુ સુધી કોઇ નીરાકરણ આવ્યું નથી અને ગટરના પાણીની અસહ્ય દુર્ગંધ તેમજ પીવાના પાણીમાં ભળવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે. આજે તો કંટાળીને રસ્તો જ બંધ કર્યો છે. પણ જો આ સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે તો તેઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગેઆંદોલના કરાશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

LEAVE A REPLY