Top
Connect Gujarat

અંકલેશ્વરમાં અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીએ કરી જમાવટ 

અંકલેશ્વરમાં અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીએ કરી જમાવટ 
X

અંકલેશ્વર પંથકમાં વીત્યા 48 કલાકમાં વરસાદે જમાવટ કરતા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, અને અનરાધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાયા હતા.

અંકલેશ્વર પંથકમાં શનિવાર થી મેઘઘટા છવાઈ હતી, અને વરસાદે દેધનાધન વરસવાનું શરુ કર્યું હતુ, રવિવારની સાંજથી શરુ થયેલો વરસાદ સોમવારના રોજ પણ ચાલુ રહ્યો હતો, જાણવા મળ્યા મુજબ વીત્યા 48 કલાકમાં અંકલેશ્વર પંથકમાં 41 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ 681 મીમી વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="30967,30968,30969"]

અંકલેશ્વર શહેરનાં પંચાટી બજાર,ચોર્યાસી ભાગોળ, દિવારોડને અડીને આવેલ નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણીએ જમાવટ કરતા રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.જ્યારે પીરામણ ગામ તરફ જતા રસ્તા પર પણ આમલાખાડીના પાણી ફરી વળ્યાં હતા.અને નગર પાલિકાનાં તંત્ર દ્વારા વરસાદી પાણી થી પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.

બીજી તરફ જુના નેશનલ હાઇવે નંબર 8 એસએ મોટર્સ પાસે તેમજ બેન્ક ઓફ બરોડાના કંપાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ સિધ્ધીવિનાયક સોસાયટીમાં પણ અનરાધાર વરસાદને પગલે સોસાયટી ટાપુ સમાન બની ગઈ હતી. અને રહીશો માટે સવારે નોકરી ધંધા પર જવાનું પણ મુશ્કેલ રૂપ બની ગયું હતુ.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="30971,30972,30973,30974,30975,30976,30977,30978,30979"]

વધુમાં વરસાદી પાણી થી પ્રભાવિત થતા વધુ નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હોવાનું જાણાવા મળ્યું છે.

Next Story
Share it