અંકલેશ્વરમાં ઉત્તરભારતી સમાજ દ્વારા છઠ્ઠ પુજાની પરંપરાગત ઉજવણી કરાઈ

New Update
અંકલેશ્વરમાં ઉત્તરભારતી સમાજ દ્વારા છઠ્ઠ પુજાની પરંપરાગત ઉજવણી કરાઈ

ઉત્તર ભારતમાં દિવાળી બાદ છઠ્ઠ પુજાનો તહેવાર ઉજવવામાં આવે છે. અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતવાસીઓ દ્વારા નહેર, કુંડ, તેમજ તળાવ અને નદી કિનારનાં પુજા સ્થળ ખાતે પરંપરાગત ઢબે છઠ્ઠ પુજા કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વરમાં ઉત્તર ભારતી લોકો દ્વારા સૂર્યોદય થી નિર્જલા વ્રત કરી છઠ્ઠ પુજાની શરૂઆત કરી હતી, અને સૂર્યાસ્ત સાથે જળ કુંડ તેમજ જળ સ્રોતમાં ખડે પગે રહી પૂજન અર્ચન કર્યું હતુ.

મહિલાઓ દ્વારા આ વ્રત કરીને પરિવારની સુખ શાંતિ અને પતિ તેમજ બાળકો તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Latest Stories