અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી મીરાનગર સોસાયટીના ભાડાના મકાનમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળી હતી. પોલીસે મકાન નંબર 384માં છાપો માર્યો હતો. આ મકાનમાં કુલદીપ બંસીલાલ ડીંડવાગીયા ભાડેથી રહે છે. તે એલપીજીના મોટા બોટલમાંથી ગેસને નાના બોટલોમાં રીફીલીંગની કામગીરી કરતો હતો.

આ કામગીરી કોઇ પણ સુરક્ષાના પગલા ભર્યા સિવાય કરવામાં આવતી હતી. પોલીસના દરોડા દરમિયાન કુલદીપ ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ફરાર કુલદીપ સામે ગુનો નોધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here