Top
Connect Gujarat

અંકલેશ્વરમાં એસેન્ટ કારમાં આગથી અફરાતફરી મચી

અંકલેશ્વરમાં એસેન્ટ કારમાં આગથી અફરાતફરી મચી
X

અંકલેશ્વર આમલાખાડી નજીક એક એસેન્ટ કારમાં આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી. જોકે કારમાં સવાર પરિવાર સુરક્ષિત રીતે બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.

સુરતના રહેવાશી હરેશ નાનજીભાઈ અવૈયાનાઓ તારીખ 4 ઓગષ્ટની રાત્રે નડિયાદથી પોતાની પત્ની સાથે સુરત પરત ફરી રહયા હતા, તે દરમિયાન અંકલેશ્વર ને.હા.નં 8 આમલાખાડી બ્રિજ નજીક તેઓએ અચાનક કારના એન્જીન માંથી ધુમાડા નીકળતા જોયા હતા, અને સમય સુચકતા વાપરીને હરેશ અવૈયા અને તેઓની પત્ની કાર માંથી બહાર નીકળી ગયા હતા.જોત જોતામાં સીએનજી કાર ભડભડ સળગી ઉઠી હતી.

અચાનક એસેન્ટ કારમાં લાગેલી આગમાં કારને નુકશાન પહોંચ્યુ હતુ. જ્યારે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.ઘટના અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Next Story
Share it