Top
Connect Gujarat

અંકલેશ્વરમાં ગંદકી મુદ્દે એનસીપીએ પ્રાંત અધિકારીને પાઠવ્યુ આવેદન પત્ર

અંકલેશ્વરમાં ગંદકી મુદ્દે એનસીપીએ પ્રાંત અધિકારીને પાઠવ્યુ આવેદન પત્ર
X

અંકલેશ્વર નગર પાલિકાની હદમાં આવતા નિરાંત નગર તેમજ ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીઓમાં સર્જાયેલા ગંદકીના સામ્રાજ્ય અંગે એનસીપી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર નગર પાલિકની હદમાં આવતા નિરાંત નગરમાં હાલમાં ગટર માટે ખોદકામ કરવામાં આવ્યુ હતુ,પરંતુ ખુલ્લી ગટર અને ખોદકામ દરમિયાન નીકળેલી માટી પણ ગમેતેમ ઢગલો કરી દેવામાં આવતા વરસાદના કારણે માટી માર્ગ પર ફેલાય ગઈ છે,અને રસ્તો પણ ખખડધજ બની જતા સોસાયટીનાં રહીશો માટે ચાલીને જવુ પણ મુશ્કેલ રૂપ બની ગયુ છે.

નિરાંત નગરની સમસ્યા અને ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ માયા નગરી, આનંદ વિહાર, વિજય નગર, મહેન્દ્ર નગર સહિતની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે, અને હાલમાં અંકલેશ્વરમાં સ્વાઈન ફ્લુ સહિત વાયરલ ઇન્ફેક્શનનો વાવડ છે, ત્યારે સોસાયટી વિસ્તારમાં ગંદકીના માહોલ થી લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

આ સમસ્યાઓનાં નિરાકરણ અર્થે ભરૂચ જિલ્લા એનસીપી પ્રમુખ ડી.સી. સોલંકી અને કાર્યકર્તાઓ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યુ હતુ, અને વહેલી તકે આ પ્રશ્ન ઉકેલાય તેવી માંગ કરી હતી.

Next Story
Share it