અંકલેશ્વરમાં ગુડ ગર્વનન્સ ડે નિમિતે કામદારોને પગારના ચેકનું વિતરણ કરાયુ

અંકલેશ્વરની લુપીન લી ખાતે ગુડ ગર્વનન્સ ડે નિમિતે કામદારોને ડિજીટલ પેમેન્ટ અંગેની જાગૃતતા લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 170 થી વધુ કામદારોને તેઓના પગારના ચેકનું વિતરણ પણ કરાયુ હતુ.
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની લુપીન લીમાં યોજાયેલ ગુડ ગર્વનન્સ ડે નિમિતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, મદદનીશ શ્રમ આયુક્ત ભરૂચના જી.એચ.જાની, ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અમદાવાદના ડી.સી.ચૌધરી, એડિશનલ લેબર કમિશનર ગાંધીનગરના બી.એન.વંજારીયા, લુપીન લી ના અધિકરીઓ સહિત આમંત્રિતો તેમજ મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે કામદારોને ડિજીટલ પેમેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપીને તેના લાભો વિશે જાણકારી આપવામાં આવી હતી, આ ઉપરાંત 170 થી વધુ કામદારોને તેઓના પગારના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.