અંકલેશ્વર – વાલિયા રોડને અડીને આવેલ ચંદ્રબાલા મોદી એકેડેમી ખાતે રાઉન્ડ સ્ક્વેર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

તારીખ 24મી નવેમ્બર 2017નાં રોજ કાર્નિવલ અંતર્ગત ફેશન શો અને ટેલેન્ટ હન્ટે સીએમએના બાળકોની સર્જનાત્મકતા દર્શાવી હતી. આ પ્રસંગે ભરૂચ રોટરી ક્લબનાં પાસ્ટ પ્રમુખ અમરદીપસિંહ બુનેટ દ્વારા કાર્નિવલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.

આ રાઉન્ડ સ્કવેર કાર્નિવલ થકી શાળાએ ભંડોળ ઉભું કરીને માધવ વિદ્યાપીઠના ઉત્કર્ષ માટે ફંડ અપર્ણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્નિવલને સફળ બનાવવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

સ્કુલનાં પ્રિન્સીપલ અમર શ્રીવાસ્તવે ધોરણ 12નાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, માનવતાના ભાવને અન્ય લોકો સાથે ખુબ ખુશીથી વહેંચીને વિકસાવવાનું હતું જે સરળ નથી. અંતે તેમના ભાવિ પ્રયાસો માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here