Top
Connect Gujarat

અંકલેશ્વરમાં ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લેતા નેત્રદાતાઓ

અંકલેશ્વરમાં ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લેતા નેત્રદાતાઓ
X

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને જી સી નાહર રોટરી આઈ બેન્કનાં સંયુક્ત ઉપક્રમે ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમનું યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીનાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં આયોજીત નેત્રદાન જાગૃતિ કાર્યક્રમમાં ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, નોટી ફાઇડ બોર્ડનાં હિંમત શેલડીયા, જયાબેન મોદી હોસ્પિટલનાં ટ્રસ્ટી અને કન્વીનર કમલેશ ઉદાણી, જી સી નાહર રોટરી આઈ બેન્ક, પ્રોજેક્ટ ચેરમેન દિપક નાહર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રમુખ આર.ડી. માને, દિવ્ય જ્યોત હોસ્પિટલ, માંડવીનાં ડો. રોહન છરીવાલા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ડો. રોહન છરીવાલા દ્વારા નેત્રદાન અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે નેત્રદાન થકી પ્રજ્ઞાચક્ષુઓનાં જીવનમાં ઉજાશ રેલાવનાર સેવાભાવીઓનાં પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

વધુમાં નેત્રદાન અંગે યોજાયેલ નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ભાગલેનાર વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેત્રદાનનાં સેવાયજ્ઞમાં આહુતિ આપવા માટે ઉત્સાહ દર્શાવનાર નેત્રદાતાઓનાં નામની નોંધણી સાથે નેત્રદાન માટે તેઓએ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Next Story
Share it