અંકલેશ્વરમાં પોલીસ વિભાગમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ
BY Connect Gujarat31 Oct 2019 10:55 AM GMT

X
Connect Gujarat31 Oct 2019 10:55 AM GMT
સરદાર વલ્લભ પટેલની જન્મ જંયતી નિમિતે યોજાયેલ
કાર્યક્રમમાં વિવિધ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ ફરજ નિષ્ઠાના શપથ લીધા હતા.
અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા
દિવસની ઉજવણી કરાઇ હતી. સરદાર વલ્લભ પટેલની જન્મ જંયતી નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફરજ નિષ્ઠાના તેમજ એકતા દિવસ
અનુલક્ષીને શપથ લીધા હતા.










વાલિયા પોલીસ વિભાગ દ્વારા તેમજ અંકલેશ્વર પોલીસ વિભાગ શહેર, તાલુકા તેમજ જીઆઇડીસી પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરના વડપણ હેઠળ પોલીસ જવાનો
દ્વારા સરદાર વલ્લભ પટેલની તસ્વીર પર પુષ્પાંજલિ અર્પી હતી તેમજ તમામ પોલીસ સ્ટાફ
દ્વારા ફરજ નિષ્ઠાના, રાષ્ટ્રીય એકતા, બંધુત્વ ભવના સાથે સલામિત સુરક્ષા સપથ પણ કર્યા હતા
Next Story