Connect Gujarat
ફેશન

અંકલેશ્વરમાં બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનમાં ઉમટતા શહેરીજનો

અંકલેશ્વરમાં બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનમાં ઉમટતા શહેરીજનો
X

અંકલેશ્વર લોર્ડસ પ્લાઝા હોટલ ખાતે બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 25 શનિવાર અને 26 રવિવારનાં રોજ બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનમાં હેન્ડીક્રાફ્ટ, જવેલરી, ઇન્ડિયન વસ્ત્રો,આર્ટસ ,ફૂટવેર સહિતની ફેશનને લગતી વિવિધ વસ્તુઓનું સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ દિવસ થી જ એક્ઝિબીશનને લોકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનાં આયોજક અંજુ કાલરાએ જણાવ્યુ હતુ કે ફેશન પ્રિય જનતા માટે આ એક્ઝિબીશનની ત્રણ મહિના અગાઉ શરૂઆત કરવામાં આવી છે,અને યાદગાર એક્ઝિબીશનની શહેરીજનો મોટી સંખ્યામાં મુલાકાત લઇ રહ્યા છે.

Next Story