Top
Connect Gujarat

અંકલેશ્વરમાં વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરાયુ

અંકલેશ્વરમાં વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરાયુ
X

અંકલેશ્વરનાં વિવિધ વિસ્તારોમાં વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા સ્વાઈન ફ્લુનાં જીવલેણ રોગ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

વસાવા સમાજ યુવા સંગઠન અંકલેશ્વર દ્વારા જીલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનુ જુના દિવાનાં સહયોગ થી આદિવાસી તથા શ્રમ વિસ્તારમાં સ્વાઇન ફ્લુના રોગ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ ઉકાળાનું નવી નગરી, પીઠા ફળીયા, ભાટવાડ, સ્ટેશન વિસ્તાર, ટાંકી ફળીયા, સુરતી ભાગોળ, પાંજરાપોળ, ચોરાસી ભાગોળ, ફાંસી ફળીયા, જળ કુંડ સહિતનાં વિસ્તારમાં સ્વાઇન ફ્લુના રોગ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 3000 થી વધુ લોકોએ ઉકાળાનો લ્હાવો લીધો હતો.

Next Story
Share it