Top
Connect Gujarat

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા દેવનું વિઘ્નરહિત વિસર્જન માટે કુત્રિમ પોન્ડની વ્યવસ્થા ગોઠવાય

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા દેવનું વિઘ્નરહિત વિસર્જન માટે કુત્રિમ પોન્ડની વ્યવસ્થા ગોઠવાય
X

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા દેવની વિદાયને વિઘ્ન રહિત પાર પાડવા માટે તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જીઆઇડીસીનાં ઇએસઆઈસી હોસ્પિટલ સામે કુત્રિમ કુંડ બાનવીને તેમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે.

ગણપતિ બાપ્પાની આન બાન અને શાન સાથે પધરામણી બાદ હવે વહીવટી તંત્રે વિઘ્નહર્તા દેવના વિસર્જનને લગતી તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે.

અંકલેશ્વરમાં નવા બોરભાઠા ગામ ખાતે જળકુંડ, જ્યારે જીઆઇડીસીનાં DPMC સેન્ટર ખાતે બનાવવામાં આવતા કુત્રિમ કુંડ આ વર્ષે જીઆઇડીસીની ઇએસઆઈસી હોસ્પિટલ સામે તૈયાર કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા DPMCનાં મેનેજર મનોજ કોટડીયાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંત અધિકારી, નોટી ફાઇડ ઓથોરિટી અને ઉદ્યોગ મંડળનાં સહયોગ થી ઇએસઆઈસી હોસ્પિટલ સામે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચાર ફૂટ ઉંચી પ્રતિમાનું વિસર્જન કરી શકાશે. વધુમાં ગણેશ ભક્તો વિઘ્ન રહિત વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Next Story
Share it