Top
Connect Gujarat

અંકલેશ્વરમાં શબવાહિની સહિતનાં વાહનોનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વરમાં શબવાહિની સહિતનાં વાહનોનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ
X

અંકલેશ્વર નગર પાલિકા ખાતે શબવાહિની સહિતનાં વાહનોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે નગરજનોની સેવામાં વાહનો અર્પણ કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નગરમાં શબવાહિની સહિતનાં જરૂરિયાત માટેનાં વાહનોની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી હતી, તેથી રૂપિયા 14.51 લાખના ખર્ચે નગર પાલિકા દ્વારા 4 વોટર ટેન્કર, 1 ટ્રેકટર,અને 1 શબવાહિની ની લોક ઉપયોગ માટે લોકાર્પણ વિધિ યોજી હતી, જેમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે નગરજનોની સેવા માટે વાહનો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી કમિટીનાં ચેરમેન સંદીપ પટેલ સહિતના પાલિકાનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it