અંકલેશ્વરમાં ESICની અત્યાધુનિક હોસ્પિટલમાં તબીબી સેવાની શરૂઆત કરાઈ

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે અંદાજીત રૂ.104 કરોડના ખર્ચે 100 બેડની અત્યાધુનિક ESIC હોસ્પિટલનું નિર્માણ કરવામા આવ્યુ છે, જે હોસ્પિટલમાં તા - 22મી સોમવારના રોજથી વિધિવત રીતે તબીબી સેવાની શરૂઆત કરવામાં આવી છે
આ પ્રસંગે ડૉ.સંતરામ સ્ટેટ મેડિકલ કમિશનર અમદાવાદ,અંકલેશ્વર ESIC ના નોડલ ઓફિસર એલ.આર.વાડીકર, ડૉ.અજય ઝા મેડિકલ સુપ્રિડેટન્ટ, ઉદ્યોગ મંડળના સેક્રેટરી મહેશ પટેલ તથા શ્રમિક કામદાર યુનિયન ના ડી.સી.સોલંકી ખાસ ઉપસ્થિત રહીને રેડ રિબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરીને ESIC હોસ્પિટલમાં પ્રાથમિક તબીબી સારવાર નો પ્રારંભ કરાવ્યો હતો.
આ અંગે ડૉ.સંતરામ સ્ટેટ મેડિકલ કમિશનરે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં જણાવ્યુ હતુ કે પ્રાથમિક ધોરણે ESIC હોસ્પિટલમાં તબીબોની નિમણુંક કરવામાં આવી છે; જેમાં હાલમાં પ્રાથમિક સારવાર ની શરૂઆત થઇ છે,પરંતુ આવનાર સમયમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ આધુનિક સુવિધાનો લાભ ESIC ના લાભર્થીઓને મળે તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
આ તબક્કે શ્રમિક કામદાર યુનિયનના ડી.સી.સોલંકીએ ઉદ્યોગ મંડળ તેમજ ESIC નો આભાર વ્યક્ત કર્યો હતો.